એક ભૂરી આંખનું કાજળ થયો,
ને પવન પળમાં જ ભાતીગળ થયો.
છે હજી તો વાર ખૂબ વરસાદની,
પત્ર કોની યાદમાં વાદળ થયો?
ભીંતમાં ડૂબી ગયેલો જીવ આ,
ભીંત ફાડીને પછી પીપળ થયો.
ઝીલવો ‘તો એક પળ બસ સૂર્યને,
ફક્ત આવા કારણે ઝાકળ થયો.
નામ – સરનામું તમારું જોઇને,
આ ઠરેલો દીવડો ઝળહળ થયો.
———————————–
* જયંત ડાંગોદરા *
बहुत खूब।….
સુપર્બ
ખુબ સરસ ખુબ સરસ
Khub khub saras
ખૂબ સરસ ગઝલ છે…નામ સરનામું તમારું જોઈને…💐
Very very good
Sundar