લાચાર છું કે જે તમે દીધો એ ભ્રમ પાળી બતાવી ના શક્યો,
ઓ પંડિતો હું જાતને કોઈ હિસાબે ફોસલાવી ના શક્યો.
દીવાનખાનામાં લટકતા આયના સમ આયખું ટીંગાય છે,
દ્રશ્યો ઘણાં બદલાય, આવે – જાય પણ ખુદને હટાવી ના શક્યો.
બિસ્તર ઉપર લેટી ગયેલાં સ્વપ્નની જોડે લગાવેલી શરત,
જીતી ગયો તો જીતનો જાહેરમાં અવસર મનાવી ના શક્યો.
વર્ષો લગી મ્હેનત કરીને ઝાંઝવાંએ ઘર બનાવ્યું’તું અહીં,
બસ એટલા માટે જ રણનું રણપણું સ્હેજે મિટાવી ના શક્યો.
જેના સહારે રાત – દી જોયા વગર જીવ્યા કર્યું ‘સંગીતજી’,
અફસોસ કે એનું જ હોઠો પર કદીયે નામ લાવી ના શક્યો.
– જયંત ડાંગોદરા
વાહ..વાહ
Exilant.
Super se upar
વાહ ખૂબ સુંદર
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
Khub saras
વાહ ખુબ સરસ ગઝલ છે