બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછ તું,
અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછ તું.
અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછ તું.
મારી ન ડૂૂબકી કદી, ન કાંકરીય પણ કરી,
એને કદી વમળ ને વલય વિશે ન પૂછ તું.
છે એટલી ખબર કે શેષમાંય જાત ના રહે,
આથી વિશેષ કાંઈ પણ પ્રણય વિશે ન પૂછ તું.
એકાદ પાંદડુંય ફરફરે ધજા બની નભે,
એકેય પ્રશ્ન ત્યાં લગી પ્રલય વિશે ન પૂછ તું.
આંખોની સ્વસ્થતા ઉપર બધો મદાર હોય છે,
દર્પણને આમ રોજરોજ વય વિશે ન પૂછ તું.
– જયંત ડાંગોદરા