મુસીબતો ભલે મને તું બેહિસાબ દે,
પરંતુ એક સાથ ના બધી જનાબ દે.
ખરાબમાં ખરાબ જિંદગી તું દે ભલે,
બીજા વિશે વિચાર ના કદી ખરાબ દે.
એ કોટડી પછી ન કાળકોટડી રહે,
મને તું એક બે કિતાબ લાજવાબ દે.
નશો નશો જ વ્યાપ્ત છે નસે નસે,
હવે ન સ્હેજ પણ મને વધુ શરાબ દે.
ન હાજરી કદી ન ગેરહાજરી કદી,
છતાંય આવ-જાવ કાં સતત? જવાબ દે.
– જયંત ડાંગોદરા ‘સંગીત’
waah jayant nice gazal